કોડીનાર શહેર
 
     કોડીનાર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્‍લાની દક્ષિણે અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જેની પૂર્વ તરફ ઉના તાલુકાનો ભાગ અને પશ્વિમે સુત્રાપાડાનો ભાગ લાગુ પડે છે. આ પ્રદેશ તેની રમ્યતા અને રસાળતાને લીધે ''લીલી નાઘેર'' તરીકે ઓળખાય છે. ઐતિહાસિક પરિપેક્ષ્‍્યમાં કોડીનાર ઘણું પૂરાણુનગર મનાય છે. જેનો ઉલ્‍લેખ પૌરાણિક શાસ્ત્રોમાં થયેલો જોવા મળે છે. હાલ પણ કોડીનારની અંદર અને તેની આજુ-બાજુના કેટલાક સ્થળો તેની પૌરાણિકતાનો પુરાવો આપી રહયાં છે.
 
 
કોડીનાર નગરપાલિકા
 
    ૧૯૯૪થી કોડીનાર નગર પંચાયતને ''કોડીનાર નગર પાલિકા'' - સી વર્ગના સ્થાનમાં સમાવેશ કરવામાં આવેલ છે અને કોડીનાર નગર પાલિકાના શાસન અંતર્ગત કોડીનાર અવિરત પ્રગતિની કેડી કંડારી રહયું છે
 
 
નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Developed By: