વ્યવસાયિક ક્ષેત્રો : ખેતી, ગૃહ ઉદ્યોગ, ઉદ્યોગ
કોડીનારની ભૂમિ નાધેરધરા તરીકે ઓળખાય છે અને તેની જમીન ઘણી જ ફળદ્રુપ છે. ખેતી માટે સમૃધ્ધ છે વળી અહીં જન્મજાત પ્રવિણતા ધરાવતાં કૃષિપુત્રો છે. અંત: અહીં બધા જ પ્રકારના પાકો વિપુલ પ્રમાણમાં ઉપજ રૂપે લેવાય છે. અહીં શેરડી, મગફળી, કપાસ, ઘઉં, બાજરો જેવા પાકો મબલક થાય છે. સાથો સાથ આંબા, નાળિયેરી, ચીકુ, કેળાં જેવા વિવિધ ફળોના પાક પણ લઈ શકાય છે. અહીંની કેશર કેરી જગવિખ્યાત છે.
ગૃહ ઉદ્યોગ તરીકે અહીં કોઈ ખાસ ઉદ્યોગ વિકસ્યો નથી કેમ કે શ્રમિક વગેરે લોકો ખેતી અને મોટા ઉદ્યોગમાં સંકળાયેલા છે.
ખાંડ ઉદ્યોગ અહીંનો મુખ્ય મોટો ઉદ્યોગ છે અને બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ખાંડ ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવે છે. અહીં ગોળના રાબડાઓ, તેલની મીલો અને કપાસની જીનો જેની નાની ઈન્ડસ્ટ્રીઓ વિકસી રહી છે. બરફના કારખાનાઓ, પુંઠ્ઠા બનાવવાના કારખાના છે. કોડીનાર નજીક પ્રખ્યાત અંબુજા સિમેન્ટ ઉદ્યોગ વિકસ્યો છે જે જગ પ્રસિધ્ધ છે.