આઝાદી પહેલા લગભગ ૧૭-૧૮ સતકમાં તે જૂનાગઢનો એક ભાગ ગણાતું અને તેનો વહિવટ નવાબોને આધીન હતો. જે એક પ્રસંગ પછીથી ૧૮૧૩-૧૪ના ગાળામાં ગાયકવાડી દીવાન શ્રી વિઠ્ઠલરાવ દેવાજીની કુનેહથી એક કરાર અનુસાર ગાયકવાડી પ્રદેશના ભાગરૂપે ગાયકવાડ સરકારના શાસનમાં ભળી અમરેલી પ્રાંતના એક પ્રાંત રૂપે સામેલ થયું અને અમરેલી જિલ્લાના વહીવટ નીચે આવ્યું. ૧૯૯૭ દરમિયાન શ્રી શંકરસિંહ વાઘેલાની રા.જ.પા. સરકાર વખતે રજી ઓકટો. (ગાંધી જયંતિ)ના રોજ કોડીનારનો સમાવેશ ફરી વખતે જૂનાગઢ જિલ્લા સાથે કરવામાં આવ્યો અને તે જૂનાગઢ જિલ્લાના એક તાલુકા તરીકે હાલ પ્રતિષ્ઠા પામી રહયું છે. |