કોડીનાર શહેર
 
કોડીનાર અમારૂં રળિયામણું, નાધેર રતન ગણાય, કોડીનાર ધરા જગજૂની, કુબેરનગર કહેવાય,
સુખ-સમૃધ્ધી છલકાતી, એનાં ગુણલાં કવિઓ ગાય. હરિહર જયાં વિહરે, એવું પુરાણોમાં પરખાય.

માયાળુ જેના માનવી, ઊંચો છે આવકાર, રૂપ રૂડાં, મોં ભલપતાં, ભલાં નમણાં નરને નાર,
માન સમ્માન સૌના કરે, એવું ગરવું કોડીનાર. રૂપ રૂડાં, મોં ભલપતાં, ભલાં નમણાં નરને નાર,

આંબાવાડી મહેકતી, કરે કોયલ-મોર ટહુકાર, સુજલામ્ સુફલામ્ છે ધરા, જયાં શીતળ વહે સમીર,
શ્રીફળ, શેરડી, રસધરા, એવું મધુરુ કોડીનાર. સહુના સંતાપો હરે, એવું કોડીનારનું ખમીર.

 

     

વાહન સેવા : બસ, રેલ્‍વે વગેરે

નગરની વાહન વ્યવસ્થા ૧૯૪૭ થી આજ (ર૦૦૮) સુધીમાં વિકસતી રહી છે. આજે નગરમાં સારું બસ સ્ટોપ છે. જયાંથી ગુજરાત રાજયના અન્ય સ્થળોએ અને તાલુકાના ગામડાંઓમાં જવા -આવવા માટે જરૂરી બસ સેવા ઉપલબ્ધ થઈ શકે છે અને આજકાલ અન્ય ખાનગી વાહનો દ્વારા પણ લોકો આવન જાવન કરે છે. અહીં રેલ્વે લાઈન પણ કાર્યરત છે. જે શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારના સમયથી વેરાવળ, તાલાલા, પ્રાચી (પાણી કોઠા) સુધી કાર્યરત છે. પૂર્વે તે નેરોગેઈજમાં હતી. તેને મીટરગેઈજમાં રૂપાંતરિત કરવામાં માગ આવેલ છે.

પરંતુ હાલ મોટે ભાગે લોકો બસ સેવાનો વિશેષ ઉપયોગ કરે છે. કોડીનારમાં આર્થિક સમૃધ્ધિ હોવાથી ઘણાં લોકોને પોતાના જ વાહનો છે.

નદી, તળાવ :

કોડીનાર શીંગવડા નદી કિનારે વસેલું નગર છે. જે શીંગવડા નદીનું ઉગમ સ્થાન ગિરના ડુંગરમાં રહેલું છે અને આ નદી મૂળ દ્વારકા આગળ અરબી સમુદ્રને મળી જાય છે. નદીનું ઘણું પૌરાણિક મહત્વ છે, જેને સરસ્વતીની એક શાખા તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ છે. આ નદી ઉપર જામવાળા નજીક બંધ બાંધવામાં આવેલ છે. જે સૌરાષ્ટ્રમાં શેત્રુંજીબંધ પછી બીજા ક્રમે આવેલ છે. જેના ઉપર કેનાલો બાંધવામા આવેલ છે અને તેના પાણીનો સિંચાઈ તરીકે ઘણાં ગામોમાં ઉપયોગ થાય છે. કોડીનારને પીવાનું પાણી મોટે ભાગે આ નદી પુરું પાડે છે.શીંગવડા નદી માતૃકાના આરેથી કોડીનારને સ્પર્શે છે અને કુબેરેશ્વરના ચેકડેમ સુધી કોડીનારના ઉત્તર પશ્ચિમ કિનારાને શોભાવે છે. ઉનાળા વખતે હાલમાં તેનો પ્રવાહ સૂકાઈ જાય છે. ચોમાસાના સમયે તે જલસભર વહે છે, અને તેની પ્રાકૃતિક સુંદરતા અનેક ગણી ખીલી ઊઠે છે.

કોડીનાર નગરમાં કોઈ પ્રાકૃતિક તળાવ નથી, પરંતુ નદીના પાણીના સંગ્રહ સ્થળનો વિસ્તાર બનાવી ’’ અંબુજા સરોવર’’ તરીકે ઉલ્લેખ થાય છે.

 
નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
 
Developed By: