ન્યાય પ્રકિયા અને કાયદા - વ્યવસ્થા :
કોડીનારમાં ગાયકવાડ સરકાર વખતથી જ ન્યાયાલય આવેલ છે. તેમજ કાયદા - વ્યવસ્થા માટે પોલીસ કચેરી પણ આવેલ છે.
સંદેશો વ્યવસ્થા :
કોડીનારમાં ગાયકવાડ સરકાર વખતથી જ પોષ્ટ ઓફીસ હતી. જે નગર વિકાસ થતાં નવા મકાનમાં સોમનાથ મંદિર પાસે કાર્યરત છે.
પુસ્તકાલય :
કોડીનારમાં ૧૯૧૪ થી ’’ શ્રી પ્રતાપસિંહજી સાર્વજનીક પુસ્તકાલય ’’ શરૂ થયેલ છે. જે નગર માટે એક જ પુસ્તકાલય હોય બીજી એક સુવિધા પૂર્ણ પુસ્તકાલય બનાવવાનું નગરપાલિકા તરફથી વિચારાધીન છે.