આમ કોડીનાર સુધરાઈના આરંભે ૧૯૪૭ થી ૧૯પ૮-પ૯ સુધીમાં ઘણાં કાર્યો કરવામાં આવ્યા. જો કે નાણાંકિય સધ્ધરતાના અભાવે વિકાસની ગતિ મંથર રહી. આમ છતાં કોડીનાર નગરના વરિષ્ઠ અધિકારીઓના સહયોગ અને માર્ગદર્શન સારું રહ્યું. જેમાં કોડીનારના અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની શ્રી રતિલાલ દેવચંદ શાહ, શ્રી કાલિદાસ વી. શાહ, શ્રી દુર્લભભાઈ શાહ, શ્રી શોહરાબશા આદરજી પારસી, શ્રી મથુરદાસ એન. શાહ, શ્રી અબુ મિયાં બાપુ નકવી, શ્રી હુશેનખા જહાંગિરખા પટેલ, શ્રી જહાંગિરભાઈ પરમાર, શ્રી ફતેહખાં મહમદખાં, શ્રી જયાનંદભાઈ જાની, શ્રી પ્રભુદાસ શાહ વગેરે ઘણાં બધા મહાનુભાવોએ નગર વિકાસમાં સહભાગી ભૂમિકા અદા કરી, જેમાંના ઘણાં નામો સ્થળ સંકોચથી અત્રે દર્શાવી શકાયાં નથી. |