આ વિકાસ યાત્રાના સહયોગીઓ તરીકે કોડીનારના નગરજનો, નગર આગેવાનો, નગરના વરિષ્ઠ બુદ્ઘિજીવી લોકો સૌનું માર્ગદર્શન રહયું છે. એ જ રીતે નગરપાલિકાના સંનિષ્ઠ કર્મચારીઓનો સહયોગ પણ રહ્યો છે. આ શક્તિ ધોધથી ઘણા બધા અશકય કાર્યો પણ પાર પાડ્યા છે. અને નગર પ્રગતિને ચોમુખી ગતિ મળી છે. ભવિષ્યમાં પણ તેના પ્રથગામી બની રહી આ દોર આગળ વધશે તો કોડીનારનું ભાવી ઘણું ઉજજવળ છે. હાલ તો સ્વર્ણિમ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણીના મંગલ પ્રસંગે આ વિકાસ કાર્યોનું સ્વલ્પ દર્શન આગામી વિકાસની ગતિમાં પ્રેરણારૂપ બની રહેશે, એમ કહેવું અસ્થાને નહીં ગણાય... |