કોડીનાર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લાની દક્ષિણે અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જેની પૂર્વ તરફ ઉના તાલુકાનો ભાગ અને પશ્ચિમે સુત્રાપાડાનો ભાગ લાગુ પડે છે. આ પ્રદેશ તેની રમ્યતા અને રસાળતાને લીધે ''લીલી નાઘેર'' તરીકે ઓળખાય છે. |